Sunday, March 16, 2008

આઈનાની પાછળ નહિં મળે

અને એક નવી ગઝલ....

હમણાં મળ્યો વિચાર, એ આગળ નહીં મળે,
લખવાનું જેમાં ધાર, એ કાગળ નહીં મળે.

જો શક્ય હોય, તો એને તું સામે જઈને મળ,
એ સત્ય, આઈનાની પાછળ નહિં મળે.

આવી જશે સમજ, જો પ્હોંચી જવા વિશે,
એકાદ-બેય ડગની ઉતાવળ નહીં મળે.

આપે ભલે ને Giftમાં ચોમાસુ ધોધમાર,
ધરતીને જેની Need છે, વાદળ નહીં મળે.

સૂરજ ઉગ્યાનું જોઈને ગમગીન થઈ કહ્યું,
હમણાં સુધી હતું જે,એ ઝાકળ નહીં મળે.

********* * * *********

(23 Feb, 2008)

12 comments:

Neela said...

Good Gazal

વિવેક ટેલર said...

ખૂબ સુંદર ગઝલ.... બધા જ શેર કાબિલ-એ-દાદ થયા છે. પહેલા, બીજા અને ચોથા શેરનો ગહન અર્થ સ્પર્શી ગયો...


છંદની સફાઈ નથી એ વાત જોકે ઊડીને આંખે વળગે છે... થોડી કાળજી એ બાબતમાં લઈ શકાય તો વધુ સારું કામ થઈ શકે...

Pinki said...

gahan chintan sabhar.....
ek saras gazal !!

Urmi said...

Matla-sher is indeed very nice...

I like the gujalish-sher very much, but personally I think- unless all sher are gujlish, it should not go here... this is just my very personal opinion!

I got confused in the meter too... specially I noticed variation in both misara's of makta-sher!

(I am sorry I could not write gujarati right now...)

Urmi said...

btw, all sher's are nice!

Gunjan Gandhi said...

Freinds - Thanks to draw attention to the discrepancy in meter - Made changes to bring all the shers in same meter.


Regards
Gunjan

વિવેક ટેલર said...

પ્રિય ગુંજનભાઈ,


આપ આ ગઝલનું છંદ-વિધાન સ્પષ્ટ કરશો? મારી દૃષ્ટિએ અગાઉ જે ભૂલો હતી એમાંની મોટાભાગની હજી બરકરાર છે... ગઝલની ગલીઓમાં આપ, હું અને અહીં મોતાભાગના નવા નિશાળિયા જ છીએ એટલે પહેલું પગલું મજબૂત નહીં મૂકીએ તો સમયના વાવાઝોડામાં ફેંકાઈ જતા વાર નહીં લાગે...


આશા છે આપ માઠું નહીં લગાડો... હું ક્યાંક ઉપયોગી બની શકું તો આનંદ થશે...

Gunjan Gandhi said...

પ્રિય વિવેક, છંદ વિધાન છે -
ગાગાલગા લગાલલ ગાગાલગા લગા

ક્યાં ભૂલ લાગે છે એ જણાવવા વિનંતિ...

Jayshree said...

Waah Gunjanbhai...

I dont know much about the meter, but all the sher are really very nice and touchy.

Indeed a very nice gazal..!!

nilam doshi said...

congrats gunjanbhai..nice gazal..enjoyed..


nilam doshi

http://paramujas.wordpress.com

Anonymous said...

sundar ane man-bhavak gazal.

'ताइर' said...

tame chhand nu dhyan rakhine aatlu sundar lakhi shako chhe a khub vaat chhe...
ghazal na tamam sher khub gamya...tamne pehli vaar vanchya no ghano aanand malyo...