Sunday, July 5, 2009

ચાદરો લંબાય છે....ગુંજન ગાંધી

ઘણા લાંબા સમય પછી એક ગઝલ -



ટૂંટિયાની ટેવ જ્યારે સાવ છૂટી જાય છે,
તો તમારા પગ પ્રમાણે ચાદરો લંબાય છે.

સૂર્ય માથે હોય ત્યારે એ ઘણો રાજી થતો,
કેમકે પડછાયા ત્યારે કદથી પણ ટૂંકાય છે,

કંઇ શરતચૂક એમ લાગે જીવવામાં થઈ હશે,
શ્વાસની ઘટનાનો છેડો પાસમાં વરતાય છે.

આંગણાને ચાલવાની ટેવ પેલ્લેથી ન'તી,
એ તમારા આવવાથી આમ બહુ હરખાય છે.

છેક છેલ્લે વારતામાં પાના કોરા રાખવા,
'Mood' માફક અંત જેને જે ગમે વંચાય છે.

10 comments:

વિવેક ટેલર said...

લાં...બા વિરામ પછી દેખાયા છો, દોસ્ત !

સુંદર રચના...

Pancham Shukla said...

બહુ સરસ ગુંજનભાઈ. બધા જ શેર મઝાના થયા છે.

છેક છેલ્લે વારતામાં પાના કોરા રાખવા,
'Mood' માફક અંત જેને જે ગમે વંચાય છે.

આખરી શેર વાહ..

Manav said...

ગુંજન ભાઈની રચના ખરેખર કાબિલે તારીફ છે.... મજા પડી ગઈ......

Sapana said...

Nice gazal.I like our blog.

Sapana

Dot Techno Lab said...

greate post

keep it up..


Dot Techno Lab
http://www.dottechnolab.com

khajit{pinki} said...

ગઝલ ના બધા શેર ગમ્યા પણ ખાસ કરીને પહેલો અને આખરી શેર મનને ખુબ જ ગમી ગયો.
આપ હંમેશા આવુ જ લખતા રહો એવી શુભેચ્છા. .

khajit{pinki} said...

ગઝલ નિતાંત સુંદર છે, છેલ્લો શેર મને બહું જ ગમ્યો.
આપ હંમેશા આવુ જ લખતા રહો એવી શુભેચ્છા

Anonymous said...

Welcome back after a long time!
Enjoyed your Gazal, however, the last sher the most!
Sudhir Patel.

તેજસ શાહ said...

વાહ! સુંદર ગઝલ છે. પહેલી વાર તમારા બ્લોગની મુલાકાત લીધી. સરસ.

Hiral Vyas "Vasantiful" said...

Very Nice....