વસંત ગઝલ – ૧ રમેશ પારેખ

2001-02ના વર્ષમાં મુંબાઇ મુકામે એક કવિ સંમેલનમાં શ્રી રમેશ પારેખના મુખે સાંભળેલી આ વસંત ગઝલ –

વસંત ગઝલ – ૧

પ્રથમ સુનાવણી સજાની થઈ
તે પછી ઈબ્તિદા ગુનાની થઈ

એક ડોસો સ્વયં થયો ગજરો
ને એની વય મહક થવાની થઈ

એક ડોસાએ ફૂલ સૂંઘ્યું તો
એક ડોસીની માનહાની થઈ !

આજ વિહ્ વળ બની ગયા સંતો
કોઈ મીરાં ફરી દિવાની થઈ

કોઈ ડોસો થઈ ગ્યો રજવાડું
તો કોઈ ડોસી રાજધાની થઈ

એક ડોસાએ પાન ખાધું તો
એક ડોસીની લાલ પાની થઈ !

બોમ્બ માફક વસંત ફૂટી તો
પીડા મને ય ઊગવાની થઈ

ચાંદની ઉર્ફે લૂ સયાની થઈ
પછીથી આ દશા ર.પા.ની થઈ !

૨૫-૭-‘૮૭ / શનિ

________________________________________________________

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *