ગીત- સંદીપ ભાટિયા

ભગવાનમાં સંપૂર્ણ સમર્પિત થઈને કેવી રીતે મંદિરની અંદર જવું જોઇએ એની ઝાંખી કરાવતું સુંદર ગીત. જીવતરના થાળ અને પાંપણની ચામર જેવી ઉપમાઓથી એ અભિવ્યક્તિથી સભર બળકટ કલમનો દરવખત જેવો જ અનુભવ કરાવે છે….

ઝાંખીપાંખી નજરું પાછાં મંદિરમાં અંધારાંજી
ગામલોકમાં વાતો ચાલે ગિરિધર કામણગારાજી

થાળ ભરીને અમે ધરાવ્યાં કાચાંપાકાં જીવતરજી
પ્રેમથી જમજો અહો મુરારી, સ્મિત, સપન ને કળતરજી
હૃદય વલોવી મિસરી લાવ્યા ઘેલા રે મહિયારાજી

રૂંવેરૂંવે દીવા મોહન અંગેઅંગે ઝાલરજી
મંદિરને એક ખૂણે ઊભા લઈ પાંપણની ચામરજી
ડૂબતી આંખોને છેવટના તમે તૃણસધિયારાજી

________________________________________________________

3 thoughts on “ગીત- સંદીપ ભાટિયા”

  1. one of the best I came accross in my life.

    Vivekbhai, is this on youtube. I wish to listen and sing at appropriate places. Pl upload. Thanks.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *