ગર્ભપાત….! – એષા દાદાવાળા

એ રાત્રે
આંખો અને પાંપણો વચ્ચે
સફળ સંસર્ગ થયેલો,
અને આંખોને ગર્ભ રહી ગયેલો સપનાંનો…!
માનાં પેટમાં બચ્ચું આકાર લે
બસ એમ
સપનું વિકસવા લાગ્યું આંખોમાં…
આંખોને મીઠાં ગલગલિયાં પણ થયાં….!
ત્યાં અચાનક
પોપચાં ફડક્યાં,
હાથેથી આંખોને પસવારી પણ ખરી.
ત્યાં જ આંખેથી નીકળ્યું પાણી.
સફેદ શ્વેતપટલ લાલ લાલ થઇ ગયો.
આંખો ખુલી ગઇ
અને
ફરી એકવાર
કસમયે
ગર્ભપાત થઇ ગયો એક સપનાંનો…!

________________________________________________________

9 thoughts on “ગર્ભપાત….! – એષા દાદાવાળા”

  1. નર-નારી સંસર્ગ અને ગર્ભ,એતો સમજાય છે.
    આંખો,પાંપણો,બન્ને નારી જાતિ,અને સંસર્ગ!
    વળી ગર્ભધારણ ને ગર્ભ-પાત.અહો આશ્ચર્યમ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *