દટાયું છે….

બરફ જેવું છવાયું છે,
છતાં લીલા થવાયું છે.

બધું પત્થર થયું છે,
પછી શું ખળખળાયું છે?

હજી લોથલમાં ખોદો તો,
મળે જે સત દટાયું છે.

હતું પંખીપણું અંદર,
તો થોડું કલબલાયું છે.

અમે સીધા ગયા તેથી,
તમારાથી વળાયું છે.

March 11, 2015
______________________________________

One thought on “દટાયું છે….”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *