હજી તો gapમાં છે…

બીજા બધામાં છે, ક્યાં shapeમાં છે,
આ generation હજી તો gapમાં છે.

આજે જરા ઉથાપન late રાખો,
ઠાકોરજી હજી પણ napમાં છે.

બદલે છે moodને touch-screenથી જે,
ખૂબી એવી કહો કઈ appમાં છે?

પોકળ ધરાના દાવા સ્વર્ગ બાબત,
શોધો એ ક્યાંય google mapમાં છે?
___________________________

One thought on “હજી તો gapમાં છે…”

  1. બદલે છે moodને touch-screenથી જે,
    ખૂબી એવી કહો કઈ appમાં છે?
    v.nice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *