હજી થોડાક એવા મીત્ર છે – અનિલ ચાવડા

અમદાવાદના આજના શાયર – અનિલ ચાવડા, જેની આવતી કાલ અતિશય ઉજ્જવળ છે એવું ઘણાનું નિઃશંકપણે માનવું છે. એ માન્યતા સાચી ઠેરવે એવી મીત્ર અનિલની એક હમણાં હમણાં લખાયેલ ગઝલ.

હજી થોડાક એવા મીત્ર છે – અનિલ ચાવડા

ગમે ત્યાં ને ગમે ત્યારે ફસાવી દે, હજી થોડાક એવા મીત્ર છે,
ઉદાસી ફૂંક મારીને ઉડાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.

મને પૂછ્યા વગર લઈ જાય Bike મારી ને આખો દિવસ એ ફેરવે,
ખૂટે પેટ્રોલ ત્યારે માંડ ચાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.

પ્રથમ તો ફોસલાવીને મને એ મારી અંગત વાત જાણે, ને પછી?
પછી આખી દુનિયાને જણાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.

કદી મારા ઘરે મહેમાન થઈ આવે પછી હુ મૂકવા જઉં અને,
મને ખૂદને જ એ બસમાં ચડાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.

કરે હેરાન હરપલ એટલું કે આંખમાં આંસુ જ આવી જાય, પણ;
રડું તો આંસુને ઝાકળ બનાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.

________________________________________________________

4 thoughts on “હજી થોડાક એવા મીત્ર છે – અનિલ ચાવડા”

  1. અનિલ ચાવડાની કલમમાં નાવિન્ય અને નજાકત છે.
    યુવા સ્પંદન અને વિચાર વૈવિધ્યથી છલોછલ છે આ કવિ.
    પ્રસ્તુત ગઝલમાં વ્યક્ત થયા એવા મીત્રો આપણાં વર્તુળમાં ય નીકળે ખરા…!
    સરસ હળવી રચના – ગમી.
    -અભિનંદન અનિલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *